Monday, November 25, 2024
HomeGujaratMorbiમોરબીના ખાટકીવાસ બરશાખ રજપૂત શેરીના ખૂની ખેલમાં સામે સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીના ખાટકીવાસ બરશાખ રજપૂત શેરીના ખૂની ખેલમાં સામે સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીના ખાટકીવાસ બરશાખ રજપૂત શેરીના ખૂની ખેલમાં સામે સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારશાખ રાજપૂત શેરીમાં બાઈક ચલાવવા મામલે ગઈકાલ બપોરે માથાકૂટ થઇ હતી જેમાં ફાયરીંગમાં બે આશાસ્પદ યુવાનોના મોત થયા હતા.બનાવની જાણ થતા એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

જેમાં પ્રથમ ફરિયાદી રફીક રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રફીક તથા આરોપી હનીફભાઈ કસમાની ઉર્ફે મમુ દાઢી બંને એક જ શેરીમાં રહેતા હોય અને ફરિયાદી રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે ફરિયાદી રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢી તથા આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો,ઈમ્તિયાઝ સહિતના ઇસમોને બોલાવી પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા સાહેદ પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી તથા ફરિયાદી રફીકભાઈના દીકરાને સારવારમાં લઇ જતા ત્યાં પણ આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયા તથા અલ્તાફ અહેમદ ઇકબાલ બકાલી તથા શબ્બીર મેમણ તથા યાસિક રજાકભાઈ મુરધીવાળા તથા ક્દારભાઈ સલીમભાઈ બાનાણી એ ઝધડો કરી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરતા ફરિયાદી રફીકભાઈના દીકરા રઉફ લોખંડવાલાને ખભામાં ઈજા કરી આરોપીઓએ પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરી ધાતક હથિયારો વડે હુમલો કરી ફરિયાદી રફીકભાઈના દીકરા આદીલનું મોત નીપજાવી ફરિયાદી તથા સાહેદોને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધવી છે.

સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છેકે આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય જેથી ફરિયાદીના પિતા આરોપીઓને મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓએ છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી ઈમ્તિયાઝ તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી સાહેદ ઇમરાન સલીમ કાસમાણીનું મૃત્યુ નીપજાવી ફરિયાદી તથા સાહેદોને ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોધાવી છે.

તો મોરબી એ ડીવીઝન પોલીસે ૩૦૨,૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, જીપીએ કલમ ૩૭(૧),૧૩૫, આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!