Wednesday, November 13, 2024
HomeGujaratમોરબી : ભાગ્યલક્ષ્મી,શીવપાર્ક સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : ભાગ્યલક્ષ્મી,શીવપાર્ક સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જુગાર દારૂની બદીને નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી-પેરોપ ફર્લો સ્કવોર્ડની ટીમના જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં કેટલાક માણસો જાહેરમાં જુગાર રમે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં તે સ્થળે રેડ કરી ત્યાં જુગાર રમતા જેસંગભાઈ વીરાભાઈ મકવાણા, ગોવિંદભાઈ દેસાભાઈ ચાવડા, એજાજભાઈ હનીફભાઈ સુમરા, દીપકભાઈ વાલજીભાઈ ચાવડા, અજિતભાઈ મેઘજીભાઈ સોઢાને રોકડા રૂ.38,000 સાથે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓએ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ બી ડિવિજન પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!