મોરબીમાં અસામાજિક તત્વોએ ફરી માથું ઉચક્યું હોય તેમ રવાપર રોડ ઉપર રોડનું કામ ચાલુ હોય ત્યારે કાલિકા પ્લોટ પાસે ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી રીતે મોટર સાયકલ રાખેલ હોય તે મોટર સાયકલ ને સાઈડમાં રાખવાનું કહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા તથા ખુલ્લી તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને શરીરે ધોકા વડે તથા માથામાં તલવારનો એક ઘા મારતા લોહી લુહાણ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. હાલ યુવકની તબિયત સ્થિર છે ત્યારે યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળન તપાસ શરુ કરી છે.
મોરબીમાં રવાપર રોડ બનવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે કાલિકા પ્લોટ શેરી નં.૧ માં જવા માટે રોડની વચો-વચ આરોપીએ પોતાનું બાઈક રાખ્યું હોય જેથી ફરિયાદી સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા પોતાની સ્કોર્પિયો કાર રજી. જીજે-10-ડીઆર-0077 લઈને પોતાના ઘરે કાલિકા પ્લોટ શેરી નં ૧ માં જતા ત્યાં ટ્રાફિકને નડતરરૂપ રોડ વચ્ચે રાખેલ મોટર સાયકલ સાઈડમાં રાખવાનું કહેતા આરોપીને સારું નહિ લગતા જેથી તેનો ખાર રાખી ફરિયાદી સત્યદીપસિંહ જાડેજાના ઘર પાસે જઈ આરોપી અસલમ સલીમભાઇ ચાનીયા, રહીશ ઉર્ફે ભાણો, અસલમનો દીકરો તથા એક અજાણ્યો માણસ રહે.બધા કાલીકા પ્લોટ મોરબી એકસંપ થઇ તલવાર ધોકા વડે સત્યદીપસિંહ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં સત્યદીપસિંહને ધોકા વડે શરીરે મુંઢ માર મારી ફ્રેકચર તથા માથામાં તલવારનો એક ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ સત્યદીપસિંહને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લા જવાતા જ્યાં તેમની સારવાર ચાલુ હોય ત્યારે સત્યદીપસિંહ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.