મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રેઇડ કરી હતી જેમાં ખુલ્લા પટ્ટમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા રવજીભાઇ બાબુભાઇ મકવાણા ઉવ.૫૮ રહે. ત્રાજપર ખારી મોરબી-૨, શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા ઉવ.૨૯ રહે. ત્રાજપર પટ પાસે મોરબી-૨, નીમુબેન રાજેશભાઇ લખમણભાઇ સનુરા ઉવ.૫૫ રહે. ત્રાજપર ખારી મોરબી-૨ તથા મધુબેન દિલીપભાઇ હંસરાજભાઇ પાટડીયા ઉવ.૪૫ રહે. પીપળીવાળાને રોકડા રૂપિયા ૧૦,૩૦૦/-સાથે સ્થળ ઉપરથી પકડી લેવામાં આવ્યા છે, હાલ બી ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.