મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પીટલ પાછળ ભક્તિનગર સોસાયટી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની સામે જાહેર જગ્યામાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા પ્રિતેશભાઇ છગનભાઇ પરમાર, અમિતભાઇ મનુભાઇ પારઘી, કિરણભાઇ કેશુભાઇ ચાવડા, હસમુખભાઇ ડાહ્યાભાઇ ચાવડાને રોકડા રૂપીયા ૧૨,૨૬૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









