Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે ચાર શખ્સોએ ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થીને માર...

મોરબી : વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે ચાર શખ્સોએ ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થીને માર મારી કારમાં તોડફોડ કરી

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં મહેન્દ્ર નગર રોડ પર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી મોહિતભાઈ મનસુખભાઇ ઘોડાસરા (ઉ.વ.૩૨)એ રામજીભાઈ ડાયાભાઈ પરમાર, દિગુભા તેમજ અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા.૧૪નાં રોજ મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે હતા ત્યારે આરોપીઓએ તે મિટ્ટી કી જમાવટ નામના વોટ્સએપ ગ્રુપમાં ગત તા. 30 જૂનનાં રોજ કેમ મેસેજ કર્યો તેમ કહી ગાળો બોલીને યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદીની કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!