મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે રવાપર ધૂનડા રોડ ઉપર હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા 7 શખ્સોને રૂ. 13,900ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે જુગાર રમતા દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડિયા, અવચરભાઈ લાલજીભાઈ ગોઠી, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા, હેમશંકરલાલ અંબારામભાઈ દેત્રોજા, મણિભાઈ એલ. પટેલ અને મનસુખભાઇ પ્રેમજીભાઈ વિઠલાપરા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.