મોરબીના લાતી પ્લોટ ૩ માં આવેલ ઇલેક્ટ્રિક સામાન ભરેલ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના લાતી પ્લોટ-૩ માં આવેલ ઈલેકટ્રીક સામાન ભરેલ નિધિ ઇન્સ્ટ્રુમેન્ટ નામની દુકાનમાં મોડી રાત્રીના અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, વિવેક દવે, વિજય માધુ, નીલેશ રાઠોડ, મેહુલભાઈ, ચંદુભાઈ રાઠોડ અને હિતેશ દવે સહિતની ટીમ ૨ ફાયર ફાઈટર લઈને દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી તો આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગમાંથી જાણવા મળ્યું હતું