મોરબીના ચકચારી બનાવની મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના સાત સભ્યો ગુમ થયા હોવાની ફરિયાદ કૌટુંબિક સુરેશભાઈ ભીખાભાઈ સોલંકી અને દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ઘુંટુ નજીક આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધર્મિષ્ઠ! શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) એમ એક જ પરિવારના વૃધ્ધા, માતાપિતા, ભાઈ-બહેન અને પુત્રવધુ સહિતના ગુમ થયા છે જેમાં મોરબી તાલુકા પોલીસમથકમાં આજે હાજર થઈ જતા પીએસઆઇ એ એ જાડેજા એ સહિત પરિવાર જનોએ પણ ટીમે રાહતનો દમ લીધો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ગુમ થનાર કમલેશ દ્વારા ભચાઉ તાલુકાના ભરીડિયાની યુવતી સાથે સગાઈ કરી હતી ત્યારે તેના પરિવજનો એ કોરોના બાદ લગ્ન કરવાનું કહેતા યુવક યુવતીને આ મંજુર ન હતું જેથી કમલેશ અને યુવતી બંને લગ્ન પૂર્વે ભાગી ગયા હતા જ્યારે તેના પરિવારના સભ્યો તો લોકડાઉન પૂર્વે જ એટલે કે માર્ચ મહિના પહેલા જ મોરબી છોડી અમદાવાદ તેની દીકરી ચેતનાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતાં જો કે આ પરિવાર આજે મોરબી તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા જેમાં પોલીસે પુત્ર પ્રેમ લગ્ન કરતા જ ચાલ્યા ગયા હતા અને શરૂઆતમાં સુરેન્દ્રનગર બાદમાં મોરબી રફાળેશ્વર ખાતે આવેલા સીરામીક માં રહી મજૂરી કામ કરતા હતા પોલીસે પરિવારના સાતેય સભ્યોના નિવેદનો લઈ તેના પરિવાજનોને સોંપ્યા હતા