Monday, November 18, 2024
HomeGujaratખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ સામે મોરબી આરોગ્ય તંત્ર સાબદુ: હોટેલ, હોસ્પિટલ આઇસોલેશનની વ્યવસ્થા...

ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ સામે મોરબી આરોગ્ય તંત્ર સાબદુ: હોટેલ, હોસ્પિટલ આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરાઈ

અતિ ચેપી અને ખતરનાક ગણાતા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે મોરબી આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. અને ઓમીક્રોન વેરીએન્ટથી પ્રભાવિત ૧૧ હાઈરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓને ૭ દિવસ માટે કોરન્ટાઇન રહેવાનું ફરજિયાત કરાયું છે અને મોરબી જીલ્લા વહીવટી તંત્ર તરફથી આવા પ્રવાસીઓ માટે હોટેલ આઇસોલેશન તેમજ હોસ્પિટલ આઇસોલેશનની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટના લીધે ફરીથી ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે , ત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટથી પ્રભાવિત કુલ ૧૧ હાઈરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓને ભારતમાં દાખલ થયેથી RTPCR રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે , તેમજ RTPCR રીપોર્ટ નેગેટીવ આવ્યેથી વધુ ૭ દિવસ માટે હોમ કોરન્ટાઇન રહેવાનું રહે છે.૭ દિવસ પૂર્ણ થયેથી ૮ માં દિવસે ફરીથી તેમનો RTPCR રીપોર્ટ કરવામાં આવે છે . જો આ પ્રવાસીઓમાં ૭ દિવસ દરમિયાન જો કોરોનાના કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય અને કોવીડ પોઝીટીવ આવે તો તેઓને અલગથી આઇસોલેશન કરવાના રહે છે.

આ વ્યવસ્થા માટે મોરબી જીલ્લા વહીવટી તંત્ર તરફથી આવા પ્રવાસીઓ માટે હોટેલ આઇસોલેશન તેમજ હોસ્પિટલ આઇસોલેશનની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે. તેમજ સ્વખર્ચે હોટેલ આઇસોલેશન માટે હોટેલ રીઝેન્ટા, નેશનલ હાઇવે મોરબી તેમજ સ્વખર્ચે હોસ્પિટલ આઇસોલેશન માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલ એમ ર પ્રાઇવેટ ફેસીલીટી આવા પ્રવાસીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ છે. વધુમાં વેકસીન ઓમીક્રોન વેરીએન્ટ સામે પણ કારગત નીવડી શકે તેમ છે . આથી વેક્સીનેશનમાં બાકી પ્રથમ તેમજ બીજા ડોઝના લાભાર્થીઓ વહેલી તકે વેક્સીનેશન લઇ લેવા સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર મોરબીની જનતાને અનુરોધ કરાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!