મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા ગુજરાતમાં લવ જેહાદનો કાયદો કડક બનાવવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે કોઈ વખત હિન્દુ ધર્મની યુવતીઓ સાથે વિધર્મી યુવકો દ્વારા નામ બદલીને તેમજ બળજબરી ધર્મ પરિવર્તન કરાવી અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારબાદ આવા વ્યક્તિઓને કાયદાની જોગવાઈનો કોઈપણ પ્રકારે ડર રહેતો નથી. જેથી, આવા કૃત્યો વારંવાર થતા રહે છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. જેને રાજ્યપાલ આનંદીબેન દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે આ બાબતને ધ્યાનમાં લઇને હિન્દુ યુવા વાહિની, મોરબી સંગઠન દ્વારા ગુજરાત સરકારને લવ જેહાદ માટે કડક કાયદો બનાવવા માગણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મની છોકરીઓને આવા વિધર્મી યુવકો દ્વારા અત્યાચાર આચરવામાં ન આવે. જે માટે આવા કડક કાયદાની ખાસ જરૂરિયાત છે. જેથી, ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવેલ છે કે લવ જેહાદને નાથવા માટે વહેલી તકે કાયદો ઘડી અમલમાં લાવવા આવે છે. જેના માટે હિન્દુ યુવા વાહિનીના જિલ્લા અધ્યક્ષ કૌશિક ઠાકર, જિલ્લા સદસ્ય પાર્થ ભટ્ટ તથા ધવલ પંડ્યા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.