મોરબીમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહન ચાલકે માળીયા ફાટક નજીક પરોઢિયે બે સગાભાઈ અને સાળા બનેવીનો ભોગ લીધો
સમાકાંઠા નજીક આવેલા માળીયા ફાટક નજીક રાજસ્થાનના ઉદયપુરથી મોરબી બાઇકમાં પહોંચેલા ચાર વ્યક્તિઓને અજાણ્યો વાહનચાલક હડફેટે લઈ નાસી ગયો : મોરબી તેડવા આવેલા દીનેશને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો : પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી
મોરબીમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોઝારી ઘટના બની હતી જેમાં મોરબી ના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની ઠોકરે બાઈક ચડી જતાં રાજસ્થાન ના ઉદયપુર થી મોરબી પહોંચેલા ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે તેને તેડવા આવેલા વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર અર્થે પ્રથમ મોરબી બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
જેમાં મોરબીના સાંમાંકાંઠે આવેલા માળીયા ફાટક નજીક આજે વહેલી સવારે રાજસ્થાન ના ઉદયપુર થી મોરબી પહોંચેલા તેજારામ વખતારામ ગામેતી ઉ.વ. 17 શિવાજી ભાઈ પ્રતાપભાઈ ગામેતી ઉ.વ.19,સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી 18,મનાલાલ ઉમેદજી કળાવા ઉ.વ.19 (શિવાજીભાઈ પ્રતાપભાઈ નો સાળો)તમામ રહે.ઉદેપુર રાજસ્થાન વાળાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં જ્યારે આ તમામને તેડવા માટે આવેલા મૂળ રાજસ્થાનના હાલ મોરબી રહેતાં દિનેશ સંભુભાઈને ઇજાઓ થતાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવની નોંધ કરી મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવા તેમજ અકસ્માત સર્જી નાસી છુટેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.