બનાવની મોરબી મહીલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના વાઘપરામાં રહેતી પરિણીતા વૈશાલીબેન સૌરભભાઈ ત્રિવેદી જામનગર સાસરે હોય જેને આરોપી પતિ સૌરભભાઈ પ્રમોદભાઈ ત્રિવેદી, સસરા પ્રમોદભાઈ મગનભાઈ ત્રિવેદી, સાસુ ઇલાબેન પ્રમોદભાઈ ત્રિવેદી (રહે. બધા કે. ડી. ઓ. જૈન ટ્રસ્ટ બિલ્ડીગ ઇન્કમટેક્સ ઓફીસ પાછળ જામનગર) વાળાઓએ અવારનવાર તું નીચા ઘરની છો અને અમે ઉચા ઘરના છીએ અને રૂપિયા વાળા છીએ તેમ કહી આરોપી પતિ,સાસુ અને સસરાએ ફરિયાદી વૈશાલીબેન સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઝધડો કરી શારીરિક માનસિક દુખ ત્રાસ આપી તેમજ ગત. તા.૦૩-૧૦-૨૦૨૦ ના રોજ સવારના સાતેક વાગ્યે ફરિયાદી વૈશાલીબેન ટોઇલેટ ગયેલ હોય દરમ્યાન આરોપી સસરા પ્રમોદભાઈ ત્રિવેદીએ કહેલ કે તમારે આટલી બધી કેમ વાર લાગે છે તેમ કહી જેમ તેમ બોલવા લાગેલ અને કહેલ કે તું તારા માવતરના ઘરે જતી રહે તેમ કહી ફરિયાદી વૈશાલીબેનને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.