Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : મારે પૈસાથી ગંજીપતા રમવું છે કહી રીક્ષા ચાલકનો યુવાન પર...

મોરબી : મારે પૈસાથી ગંજીપતા રમવું છે કહી રીક્ષા ચાલકનો યુવાન પર છરી વડે હુમલો

મૂળ ગોધરાનાં વતની અનેહાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમા ચાલતી બાંધકામની સાઇટ પર રહેતા નરવતભાઇ રામસિંગભાઇ નાયક (ઉં.વ.૨૦) એ અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨ના રોજ રાત્રીના આશરે સવા નવેક વાગ્યાના સમયે મહેન્દ્રનગર નવી સમર્પણ હોસ્પીટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશીપ અંદર આરોપીએ ફરીયાદી તથા અન્ય વ્યક્તિઓ ગંજીપતાથી મીડી કોટ રમત રમતા હોય ત્યાં આવી પોતાને પૈસાથી મારે રમવુ છે તેમ કહેતા ફરીયાદીએ અમે ખાલી ખાલી રમીએ છીએ તેમ કહેતા પોતાની રીક્ષામાથી છરી કાઢી ફરીયાદી તથા સાથેના વ્યક્તિઓને ગાળો આપી છરીથી ફરીયાદીને જમણા હાથના અંગુઠા પાસે ફેકચર કરી ઇજા કરી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!