ચાર શખ્સોએ ઈંટોના છુટા ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ચોરાવાળી શેરી નં. ૪ માં રહેતા મહાદેવભાઈ રતાભાઈ બારૈયા(ઉ.વ.૪૫)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુનીલભાઈ અવચરભાઈ બારૈયાએ ફરિયાદી મહાદેવભાઈને રાત્રે ફળિયામાં સુતી વખતે પંખો રાખવા બાબતે ઝગડો કરી આરોપી અવચરભાઈ પોપટભાઈ બારૈયા, સુનીલભાઈ અવચરભાઈ બારૈયા, અમિતભાઈ અવચરભાઈ બારૈયા અને રોહિતભાઈ અવચરભાઈ બારૈયાએ ફરિયાદી મહાદેવભાઈ તથા સાથેના લોકો પર ઈંટોના છુટા ઘા મારી મહાદેવભાઈ તથા સાથેના ગોપાલભાઈને મુંઢ ઈજા કરી તથા આરોપી સુનીલભાઈએ પ્રવીણભાઈને માથાના ભાગે ઈંટનો ઘા મારી ફ્રેકચરની ઈજા કરી તમામ આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.