બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી પાછળ રહેતા જગજીવનભાઇ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.૩૪) એ આરોપી ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા (રહે. ગુંગણ, તા.મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને મળેલ મોરબી તાલુકાના ગુંગણ ગામના સર્વે નં.૩૮૦ પૈકીની ૨૫ એકર ૧૪ ગુંઢાવાળી સાંથણીની જમીનમાં આરોપીએ સને-૨૦૧૭ થી અનઅધિકૃત રીતે કબ્જો કરી આજદીન કબ્જો ચાલુ રાખી માર મારવાની ધાક ધમકી આપી હતી. આ બનાવમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ આરોપી સામે ગુન્હો નોંધી ડીવાયએસપી એમ.આઇ.પઠાણએ વધુ તપાસ હાથ ધરી છે.