Friday, January 10, 2025
HomeGujaratમોરબી આઈ.ટી.આઈ. દ્વારા સિરામિક ઉદ્યોગને લગતા ટુંકા ગાળાના વિવિધ કોર્સ માટે પ્રવેશ...

મોરબી આઈ.ટી.આઈ. દ્વારા સિરામિક ઉદ્યોગને લગતા ટુંકા ગાળાના વિવિધ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

સિરામિક ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)-મોરબી ખાતે ક્લ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત ધોરણ-૦૫ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત જેવા કે (૧) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન (૨) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપરેશન (3) ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) તથા (૪) એક્સપોર્ટ આસિસ્ટન્ટ શોર્ટ ટર્મ ( ટુંકાગાળાના ) કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ કોર્સમાં તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક જે માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપરોકત કોર્સમાં તાલીમ મેળવવા માટે ટ્યુશન ફી નિઃશુલ્ક નિયત કરવામાં આવેલ છે. તેમજ કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવવા માટે રજીસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ- મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ રજીસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતીનું પ્રમાણપત્ર, બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ તથા આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ સહિત જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે નંબર: ૯૭૧૨૧૫૭૪૧૭, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા આચાર્યશ્રી મોરબી ઔધોગિક તાલીમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!