મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર સેવાભાવી કાર્યકરો ગઈકાલે 35 દિવંગતોની અસ્થિઓનું સોમનાથ ખાતે વિસર્જન કરવા મોરબીથી સોમનાથ જવા રવાના થયા હતા અને આજે સેવાભાવી કાર્યકરો દ્વારા 25 કોરોનાગ્રસ્ત મૃતદેહો અને 10 બિનવારસી દિવંગતોની અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિધિથી સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે ગઈકાલે શનિવારે 25 કોરોનાગ્રસ્ત મૃતદેહો અને 10 બિનવારસી મૃતદેહો મળીને કુલ 35 દિવંગતોની અસ્થીઓનું ગઈકાલે એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અસ્થી કુંભની પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ જલારામ પ્રાર્થના મંદિરના કાર્યકર્તાઓ અસ્થી વિસર્જન કરવા માટે ગઈકાલે સોમનાથ ખાતે રવાના થયા હતા અને આજે સોમનાથ ખાતે આ તમામ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યમા મોરબી જલારામ મંદિરના ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, જ્યોત્સનાબેન ઘેલાણી, મીનાબેન ચંડીભમર, ચંદ્રીકાબેન માનસેતા, રીનાબેન ધામેચા, જયશ્રીબેન વિંધાણી, ત્રિશાબેન ચૌહાણ, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, રાજુ વિંધાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિત પોપટ, ડો. એમ. ડી. જાડેજા, વિરેનભાઈ પંડ્યા, સુનિલભાઈ ગોસ્વામી સહીતના આગેવાનો જોડાયા હતા.