Thursday, December 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ થયા

મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ થયા

મોરબીના વાઘપર ગામે સોની પ્રૌઢે ગળેફાંસો ખાઈ લેતા મોત
મોરબીની સોની બજાર વિસ્તારમાં રહેતા અને પ્રફુલ જવેલર્સ નામની સોનાની દુકાન ધરાવતા મીલનભાઇ પ્રાણજીવનભાઇ રાણપરા ઉ.વ. ૪૫ એ ગઈકાલે તા. 19ના રોજ વાઘપર ગામે કોઇ અગમ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું જેની મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા બનાવમાં મોરબી મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
મોરબીના વેજીટેબલ રોડ પર ઉમા ટાઉનશીપ સામેના વિસ્તારમાં રહેતા 60 વર્ષીય હંસાબેન દેવશીભાઇ નગવાડીયાએ ગઈકાલે તા. 19ના રોજ ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જેતપર રોડ પર પર ટેન્કર હડફેટે બાઈકચાલકનું મોત
મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમ સેલેન્ટો સિરામીક સામે ગઈકાલે ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું જેમાં મોરબીમાં રહેતા મુકેશભાઇ બાબુલાલ ગામી ગઈકાલે પોતાનું જીજે ૦૩ બીકે ૭૮૭૧ નબરનું મોટરસાઇકલ લઈને મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમ સેલેન્ટો સિરામીક સામે પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ ટેન્કર નંબર-જીજે ૦૩ ડબ્લ્યુ ૮૭૧૩ પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રક ટેઇલર નંબર આર જે ૧૯ જીઈ ૮૮૫૨ની સાઈડ કાપવા જતા આ બન્ને વાહનોમાં વચ્ચે દબાઈ જતા અને બાદમાં ટેન્કરની હડફેટે ચડી જતા બાઇક ચાલક મુકેશભાઇ બાબુલાલ ગામીને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ કિરીટભાઇ બાબુલાલ ગામીએ ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!