Friday, March 29, 2024
HomeNewsWakanerવાંકાનેર ના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવીયા

વાંકાનેર ના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવીયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે ચોક્કસ હકીકત મળેલ કે રાતીદેવળી ગામની સીમમાં તીથવાના રસ્તે હનુપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો જુગાર રમે છે. જેથી, પોલીસે તે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી હતી. તે દરમિયાન ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા ચાર સખ્સોને રોકડા રૂ. ૨૩,૭૦૦ તથા મોબાઇલ નંગ ૦૩ (કિ.રૂ. ૧૫૦૦) તથા મો.સા. નંગ-૦૩ (કિ.રૂ. ૪૫,૦૦૦) એમ કુલ મળી રૂ. ૭૦,૨૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં મગનભાઇ પોપટભાઈ કોરડીયા, મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, પ્રહલાદસિંહ રણજીતસિંહ ઝાલા તથા શીવાભાઇ ગાંડુભાઇ મદ્રેસાણીયા વિરુદ્ધ જુગાર ધારા નો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!