Tuesday, October 8, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ ગામની સીમમાંથી ઈસમને દારૂ/બીયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી...

વાંકાનેરના માટેલ ગામની સીમમાંથી ઈસમને દારૂ/બીયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી કાઇમ બ્રાંચ

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા માટેલ ગામની સીમ કયુરો વીટ્રીફાઇડ પાછળ આવેલ દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ગઈકાલે ખાનગીરાહે બાતમી મળી હતી કે, હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડા (રહે. માટેલ ગામની સીમ માટેલ થી લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીમાં)એ પોતાની વાડીના સેઢે આવેલ પોતાની દુકાનમાં ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને તે હાલે આ ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરે છે. જે ચોકકસ હકિકતનાં આધારે રેઇડ કરતા હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડા નામનો આરોપીના કબજા ભોગવટા વાળી દુકાનમાંથી 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૨૩૦ બોટલો, ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૨૩૪ બોટલો, કીંગફીશર સુપર સ્ટ્રોંગ બિયરના ૧૨૦ ટીન મળી કુલ ૪૬૪ બોટલોનો કિ.રૂ.૧,૩૯,૨૦૦/- તથા ૧૨૦ બીયર ટીનના રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૬,૨૦૦/- નો મુદામાલ ગેર કાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!