Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં ચાર ચોરાઉ મોટરસાઈકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી મોરબી કાઇમ બ્રાન્ચ

મોરબીમાં ચાર ચોરાઉ મોટરસાઈકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી મોરબી કાઇમ બ્રાન્ચ

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા મોરબી એલ.સી.બીને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી કુલ ૪ ચોરાઉ મોટર સાયકલ પકડી, ત્રણ અનડીટેકટ મોટર સાયકલ ચોરીના ગુનાઓ ડીટેકટ કરી કુલ રૂ.૧,૨૩,૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી એલ.સી.બી. એ પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટિમ મોરબી જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ત્રણ ઇસમો બે નંબર વગરના મોટર સાયકલ સાથે નીકળતા જે શંકાસ્પદ જણાતા મો.સા.ના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા ત્રણેય ઇસમોને એલ.સી.બી કચેરી ખાતે લાવી વિશેષ પુછપરછ કરતા તેઓએ બીજા બે મળી કુલ ૪ મોટર સાયકલો રાજકોટ તથા મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાતા, આ બાબતે ખરાઇ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે મોટર સાઇકલ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ સ્ટેશન ચોરી અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જે પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ-૪ પોલીસ સ્ટેશન ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે રૂ.૧,૨૦,૦૦૦/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી રફીકભાઇ હારૂનભાઈ મિંયાણા, હનીફ દોષમામદ મિંયાણા તથા અકબર ઉર્ફે અકુડી અબ્દુલભાઇ મિયાણા નામના ત્રણેય ઇસમોને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી મુજબ પકડેલ છે. જયારે ગુન્હામાં અબ્દુલભાઇ હાજીભાઇ કાજેડીયા તથા રીયાઝ ઉર્ફે ડાડો હારૂનભાઇનું નામ ખુલતા તેમને પકડવા તજવીજ હાથ ધરી છે. આમ મોરબી એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને ત્રણ અનડીટેકટ મોટર સાયકલ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવામાં સફળતા મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દિવસના સમયે રાજકોટ તથા મોરબી સીટી વિસ્તારમાં ફરી ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કરી મોટર સાયકલ પાર્ક કરેલ હોય તે જગ્યાએ ધ્યાન રાખી લોક કર્યા વગરના મોટરસાઈકલને ડાયરેકટ કરી ચોરી કરી લઇ જતા હતા,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!