Monday, December 23, 2024
HomeGujaratમોરબી:કાળમુખા ડમ્પરે વધુ એક પરિવારનો માળો વીખી નાખ્યો:માર્ગ અકસ્માતમાં દંપતી ખંડિત

મોરબી:કાળમુખા ડમ્પરે વધુ એક પરિવારનો માળો વીખી નાખ્યો:માર્ગ અકસ્માતમાં દંપતી ખંડિત

મોરબીમાં છાસવારે બનતા માર્ગ અકસ્માતના બનાવમાં મોટાભાગે ખાણ-ખનીજ ખનન કરતા માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો જ હોય છે. આ ડમ્પરોમાં અમુક વાહનમાં તો નંબર પ્લેટ પણ નથી હોતી ત્યારે તંત્રની કોઈ રોકટોક વગર પૂર ઝડપે અને બેફિકરાઈથી ખાન-ખનીજનું વહન કરતા આ ડમ્પરો કીની મીઠી નજર હેઠળ આવી રીતે ચાલે છે કે સમગ્ર રોડ રસ્તા આ કાળમુખા ડમ્પર ચાલકોએ ખરીદી લીધા હોય તે રીતે રોડ ઉપર બેફામ ચલાવી માણસોની અમૂલ્ય જીંદગીને બરબાદ કરી નાખે છે. ત્યારે વધુ એક ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેફામ ચલાવી બાઈક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી દંપતી-મહિલાને કચડી નાખી મોત નિપજાવી, હર હંમેશની જેમ ડમ્પર ચાલક પોતાનું કાળમુખુ ડમ્પર મૂકીને નાસી ગયો હતો. ત્યારે ખાણ-ખનીજ વિભાગ તેમજ આરટીઓ વિભાગે આ બાબતે રાજકીય કે સામાજિક શેહ શરમ કે પછી જે તે વિભાગની કામગીરીની ઢીલી નીતિ છોડી દઈ આવા બેફામ ગતિએ અને બેફિકરાઈથી ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

- Advertisement -
- Advertisement -

 

માર્ગ અકસ્માતની મળતી માહિતી મૂળ રાજકોટ જીલ્લાના પારેવાળા ગામના વતની હાલ માટેલ રોડ ઉપર એડીકોન સીરામીકમાં રહી ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જેન્તીભાઇ હમીરભાઇ છાસીયા તથા તેમના પત્ની કમુબેન ઉર્ફે કોમલબેન તથા તેમનો પુત્ર કાર્તિક બાઈક રજી. જીજે-૦૩-એનજે-૧૨૬૭ લઈને માટેલ રોડ સ્થિત ફેક્ટરીએ થી મોરબી સાઈડ જતા હોય ત્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક આવેલ ચામુંડા હોટલની સામે કાળમુખા ડમ્પર રજી.જીજે—૧૦-ટીવાય-૫૫૫૧ ના આરોપી ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ગતિએ અને બેફામ ચલાવી નીકળી જેન્તીભાઈના બાઇકને પાછળથી ઠોકર મારી ત્રણેયને રોડ ઉપર પછાડી દઈ ડમ્પરનું તોતિંગ વ્હીલ કમુબેન ઉર્ફે કોમલબેનની ઉપર ફરી જતા તેમનો પગથી કમરસુધીનો શરીરનો ભાગ ચગદાઈ જતા તેમનું સ્થળ ઉપર જ કામકસમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે બાઈક સવાર જેન્તીભાઇ તથા તેના પુત્રને હાથ-પગમાં છોલછાલ જેવી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલક જેન્તીભાઇ છાસીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!