Monday, May 13, 2024
HomeGujaratટંકારા પોલીસ દ્વારા દ્વારકા જતાં પદયાત્રીઓની રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર...

ટંકારા પોલીસ દ્વારા દ્વારકા જતાં પદયાત્રીઓની રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી છાસ વિતરણ કર્યું

ધૂળેટીના પર્વને લઇને વિવિધ વિસ્તારમાં થી લોકો પદયાત્રા કરીને દ્વારકા ખાતે જઈ રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા લતીપર ચોકડી ખાતે કેમ્પ યોજી ચાલીને જતાં પદયાત્રીઓના બેગ પાછળ રેડિયમ સ્ટીકર અને દિવસે ધોમ ધમતા તાપમાં છાસ વિતરણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

દ્વારકા ખાતે ચાલીને જતા ભાવિકો માટે ટંકારા પોલીસ દ્વારા ચાલીને જતા પદયાત્રીઓ માટે બેગની પાછળ રેડિયમના સ્ટીકર લગાડી અકસ્માતથી બચવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમજ દિવસ દરમિયાન આંકડા ધોમધત્તા તાપ માટે ચાલીને જતાં ભક્તો જનો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા પોલીસ પીઆઈ એમ જે ધાંધલ અને ટીમ દ્વારા દ્વારકા ધુળેટી પર્વ ઉજવવા માટે જતાં ભક્તો માટે લતીપર ચોકડી ખાતે કેમ્પ યોજી રેડિયમ સ્ટીકર અને છાસ વિતરણ કરી પોલીસ પ્રજાની મિત્ર છે તે કહેવતને સાચી ઠરાવી હતી. તેમજ પદયાત્રીઓ માટે ઉતારા માટે સાવચેતી સહિતની કાયદાકીય માહિતી પણ પદયાત્રીઓને આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!