મોરબી તાલુકના ખરેડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાચ શખ્સોને એલ.સી.બી. એ રૂપિયા ૯૪ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.
મોરબી જીલાલમાં જુગારની બદી નાબુદ કરવા જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની માર્ગદર્શન હેઠળ તેની ટીમના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમાર બાતમી મળી હતી કે મોરબી તાલુકના ખરેડા ગામમાં જુગાર રમ્યા રહ્યો છે ત્યા દિલીપભાઈ ચૌધરી,વિક્રમસિંહ બોરોણા, ચંદુભાઈ કાણોતરા , ભરતભાઈ મિયાત્રા, આશીફ્ભાઈ ચાણક્યાં અને રણવીરસિંહ જાડેજા સહિતની ટીમે રહેણાંક મકાના દરોડા પાડતા પતા રમતા મકાન માલિક નરશીભાઈ મહાદેવભાઈ ચાડમિયા , રવજીભાઈ કાનજીભાઈ ચાડમિયા , પ્રાણજીવનભાઈ દેવશીભાઈ ચાડમિયા , લલિતભાઈ બચુભાઈ રકમપરા અને ઈશ્વરભાઈ છગનભાઈ ચાડમિયા સહિતના પાચ શખ્સોને પોલીસે રૂપિયા ૯૪૦૦૦ ની રોકડ સાથે ઝડપી લઈને કાયદસરની કાર્યવાહી કરી હતી