મોરબી કચ્છ હાઈવે બંધ થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ ને જોડતો સમ્પર્ક પણ કપાઈ ગયો હતો જેમાં બપોરના ત્રણ વાગ્યાથી ફસાયેલા હજારો મુસાફરો ને જમવાની અને પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ હતી જેમાં મોરબી પોલીસની ટીમે અને માળીયા પોલીસે લોકોને ફૂડ વિતરણ કર્યા હતા જેમાં જોત જોતાં માં આ લાઈન મોરબી ના ભરતનગર સુધી આવી ગઈ હતી જે 35 કિમી સુધી લાંબી વાહનોની લાઈનો થઈ હતી બાદમાં જય અંબે ગ્રુપના જીગ્નેશ કૈલાની ટીમ આગળ આવી હતી અને તમામ લોકોને ફૂડ પેકેટ પાણીની બોટલો વિતરણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે જય અંબે ગ્રુપ દ્વારા લોકડાઉન માં પણ પ્રશંસનિય કામગીરી કરી અનેક લોકોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા ત્યારે જ્યાં સમ્યસ્યા હોય છે ત્યાં જય અંબે ગ્રુપ અડીખમ ઉભું રહે છે જેની અટવાયેલા મુસાફરો એ પણ નોંધ લઈ જય અંબે ગ્રુપના આગેવનો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.