Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબી એલ.સી.બી. દ્વારા SBI બેન્કના ATM મશીનો સાથે ચેડા કરી રૂપિયા...

મોરબી એલ.સી.બી. દ્વારા SBI બેન્કના ATM મશીનો સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી બેન્ક સાથે ફ્રોડ કરતી યુપીની ગેંગનો સાગરીત ઝડપાયો  

મોરબી SBI બેંક સાથે ફ્રોડ કરતી ગેંગનો સાગરિત ઝડપાયો. એસબીઆઈ બેંકના એટીએમ મશીનો સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી બેંક સાથે ફોર્ડ કરતી ઉતરપ્રદેશની ગેંગના સાગરિતને મોરબી એલસીબી ટીમે ઝપડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદશન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી સ્ટાફ શહેર વિસ્તારમાં આવેલ બેંકો તથા એટીએમ મશીનો પર વોચ રાખતા હોય દરમિયાન સ્ટાફના નિર્મળસિંહ જાડેજાને બાતમી મળેલ કે એક ઇસમ શહેર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંક સંચાલિત અલગ અલગ એટીએમ મશીનો પાસે શંકાસ્પદ હાલતમાં આંટા મારે છે અને તેની પાસે ધણા બંધ એટીએમ કાર્ડ છે જેથી પોલીસ સ્ટાફ તપાસ કરતા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસબીઆઈ બેંક મશીન ખાતે પરપ્રાંતીય ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા અને ઝડતી કરતા તેનીં પાસેથી સાત એસબીઆઈ એટીએમ કાર્ડ મળી આવતા તેની વધુ પુછપરછ કરતા મોરબી-ટંકારા વિસ્તારમાં આવેલ એટીએમ મશીનોમાંથી પોતાના મિત્રો સાથે મળીને એસબીઆઈ બેંકના અલગ અલગ એટીએમ મશીનોમાંથી કુલ ૪,૧૬,૫૦૦નું ટ્રાન્ઝેક્શન કરેલ જે તમામ ટ્રાન્ઝેક્શનની ઓનલાઈન ફરિયાદ બેંકમાં કરેલ હોય જે ફરિયાદના આધારે પોલીસે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં આરોપી શુભમ રાજુભાઈ શુકલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.અન્ય શીવન રાજેશ મિશ્રાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

જે ફરીયાદ પૈકી ટંકારા વિસ્તારમાં આવેલ એ.ટી.એમ. મશીનોમાંથી કરેલ ટ્રાંજેક્શનના રૂ. ૯૯,૦૦૦ તથા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ.ટી.એમ. મશીનોમાંથી કરેલ ટ્રાન્ઝકશનના રૂ. ૧,૨૯,૦૦૦ મળી કુલ રૂ.૨,૨૮,૦૦૦ પોતે પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધેલ છે. આમ, આ ઈસમ SBI બેન્ક સંચાલીત એ.ટી.એમ.મશીનોમાંથી રોકડ રકમ વિથડ્રોલ કરી બેન્ક સાથે છેતરપીંડી કરતો હતો.

આ કેસમાં સાગરીત શુભમ રાજુભાઇ શુક્લા (ઉ.વ. ૨૦, રહે. મહાના ગામ, થાણુ, લલોલી જી. ફતેપુર (ઉત્તર પ્રદેશ), હાલ રહે. સિલ્વર પોલીપેક કારખાનાની ઓરડીમાં ખીજડીયા રોડ, તા. ટંકારા, જી. મોરબી)ની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ શીવમ રાજેશ મીશ્રા (રહે. મથુરપુર ગોંડા, જી. રાયબરેલી (ઉત્તર પ્રદેશ))નું નામ ખૂલતાં તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આમ, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!