મોરબીના મકનસર ગામે રહેતા ચેતનાબેન કરમટા તા. ૫ મેના રોજ ટંકારાના વિરપર ગામેથી લગ્ન પ્રસંગ પુરો કરી પોતાના જેઠાણીના ઘરે જતા હતા. તે દરમિયાન બપોરના સમયે જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે ચેતનાબેન કરમટાએ પહેરલ સોનાની ચીલઝડપ કરી નાસી ગયો હતો. જેની ફરિયાદ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક ખાતે નોંધાઇ હતી.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર મોરબી શનાળા ખાતે મહીલાના ગળામાં પહેરેલ સોનાના દાગીના કિ.રૂ .૨,૭૦,૦૦૦ ની ચીલઝડપ કરી નાસી ગયો હતો. ચીલઝડપ કરનાર શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં મોટર સાયકલ નંબર GJ 03 MC 107૦ નો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું જેથી જેથી પોકેટકોપ એપ મારફતે સર્ચ કરતા શખ્સ વિક્રમ વલ્લભ વાઘેલા (રહે ભાડલા, તા.જસદણ જી.રાજકોટ)નું બાઈક હોવાનું ખુલ્યું હતું. જેથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અંગે તપાસ દરમિયાન આરોપી વિક્રમ શંકાસ્પદ રીતે ગુનામાં વપરાયેલ મોટર સાયકલ સાથે મોરબી બાયપાસ રોડ ઉપર આટાફેરા મારતો હોવાની હકિકત બાતમી મળી હતી. તપાસ કરતા વિક્રમ વલ્લભ વાલજી વાઘેલા નામના શખ્સને ઝડપી પાડયો હતો. જેની પાસેથી પોલીસે સોનાના દાગીનાના ગુનામાં વપરાયેલ બાઈક મળી કુલ રૂ .૨,૯૫,૦૦૦ નો મુદામાલ કબજે કરી ગણતરીના દિવસોમાં ચીલઝડપના કરનાર શખ્સને ઝડપી પાડયો હતો..