Monday, September 25, 2023
HomeNewsMorbiમોરબી એલસીબીએ પોલીસ પર હુમલામાં થયેલ પાંચ વર્ષની સજાના ગુનામાં નાસતા ફરતા...

મોરબી એલસીબીએ પોલીસ પર હુમલામાં થયેલ પાંચ વર્ષની સજાના ગુનામાં નાસતા ફરતા આરીફ મીરની માળીયા નજીકથી ધરપકડ કરી : મોરબી મિરરના સમાચાર પર મહોર લાગી

મોરબીમાં લૂંટ,હત્યા ધાડ સહિત ૨૪ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પરહુમલો કરવાના ગુનામાં સજા પામેલા આરીફ ગુલામભાઈ મીરને એલસીબી પોલીસે માળીયા મિયાણા ની ભીમસર ચોકડી નજીકથી ઝડપી લીધો છે જો કે મોરબી મિરર દ્વારા હિતુભા પકડ્યો ત્યારે જ આરોપી આરીફ મીર પણ ટુક સમયના પોલીસ પકડમાં આવશે તેવા સમાચાર પ્રસારિત કર્યા હતા જેના પર આજે મહોર લાગી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે રાજકોટ સંદિપ સિંહ ,મોરબી એસપી એસ.આર.ઓડેદરા દ્વારા ગંભીર ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપી છે મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલિસ પર હુમલો કરવાના ગુનામાં સજા પામેલા તેમજ ૨૪ જેટલા મારામારી લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી આરીફ ગુલામભાઇ મીર રહે.મોરબી , કાલીકા પ્લોટ , સાયન્ટીફીક રોડ વાળાને માળીયા મિયાણાની ભીમસર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો છે જેમાં આરીફ મીરને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા સને ૨૦૧૧ ના વર્ષમાં આરીફને પકડવા ગયેલા ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા, એ ડિવિઝન પીઆઈ એન કે વ્યાસ સહિતની ટિમ પર હુમલો કરેલ જે ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં વર્ષ ૨૦૧૮ ના વર્ષમાં આરોપી આરીફ ગુલામભાઈ મીર તથા તેના સાગરીતને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતીજો કે તેની સામે ઉપરની કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી આરીફ મીરને પાંચ વર્ષની સજા કરતા ફટકારી હતી જેમાં આરોપી આરીફ મીર ઘણા સમયથી નાસતો ફરતો હતો જેનું ધરપકડ વોરંટ ઇશ્ય થયેલ હોય પીઆઈ વી બી જાડેજાને બાતમી મળી હતી કે આરોપી આરીફ ગુલામભાઇ મીર સફેદ કલરની ક્રેટા ગાડી લઇ અમદાવાદ તરફથી માળીયા થઇ મોરબી આવી રહ્યો છે એ દરમ્યાન માળીયા મી . ભીમસર ચોકડી ખાતે એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી આરીફ ગુલામભાઈ મીરને રાત્રીના ૧૦:૪૫ વાગ્યે આવતા તેને રોકી કોર્ડન કરી ઉપરોકત સજા પામેલ આરોપી આરીફને પકડી પાડ્યો.હતો.

આ ઉપરાંત મોરબી શનાળાના હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટ ચાલતી હોય જેમાં વર્ષ -૨૦૧૭ ના વર્ષમા પકડાયેલ આરોપીના ભાઇ મુસ્તાક મીરની હત્યા થઈ છે તેમજ વર્ષ -૨૦૧૮ ના વર્ષમાં આરોપી આરીફ મીર ઉપર જીવલેણ હુમલો થયો હતો ત્યારે થોડા સમય પૂર્વે હિતુભા ઝાલાને પણ ATS દ્વારા પકડી પાડવામાં આવ્યો છે જો કે હિતુભા આરીફ ને શોધી રહ્યા હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે મોરબી મિરર દ્વારા પણ આરીફ મીર ટુક સમયમાં જ પોલીસ સકંજામાં હોવાનું જણાવ્યું હતું જેના પર આજે મહોર લાગી છે પકડાયેલા આરોપી આરીફ મીરનો ગુન્હાહીત ઇતિહાસ જોવા જઈએતો આરોપી આરીફનઅગાઉ ખૂન ખૂનની કોશીષ , રાજયસેવક પર હુમલાના , દારુના , મારામારી , રાયોટીંગ તથા ધાડ જેવા ૨૪ જેટલા ગુનામાં સંડોવાયેલ છે માથાભારે નાસતા ફરતા આરોપી આરીફને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે . આ સફળ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા , દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , જયવંતસિંહ ગોહીલ , ભરતભાઇ મિયાત્રા , અશોકસિંહ ચુડાસમા , સંજયભાઇ પટેલ , સતિષભાઇ કાંજીયા જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!