રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મકનસર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબીમાં ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી આદુરામ તુલજારામ પુનીયા (રહે. બૈરીવાળા તલ્લા તા.જિ. બાડમેર) હાલ મકનસર રાધેક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ઓફીસ બાજુ આવેલ છે. જે હકીકત મળતા પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા નાસતો ફરતો આરોપી આદુરામ તુલજારામ પુનીયા મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.