Thursday, December 26, 2024
HomeGujaratમોરબી એલસીબીએ વિદેશી દારુનું કટીંગ કરતાં ચાર ઈસમોની 432 નંગ વિદેશી દારૂ...

મોરબી એલસીબીએ વિદેશી દારુનું કટીંગ કરતાં ચાર ઈસમોની 432 નંગ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી

પંચાસર ચોકડી નજીક આવેલા વાડામાં કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી મળતાં એલસીબીએ દોરોડો કરતા કુલ રૂ. પોણા અગિયાર લાખનો મુદામાલ કબ્જે કર્યો : ચાર ઈસમોની ધરપકડ

- Advertisement -
- Advertisement -

 

મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીમાં પંચાસર ચોકડી પાસે આવેલ વાડામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૩૨ કિમત.રૂ. ૧.૬૨ લાખ તથા પીકઅપ વાહન, કાર, 6 મોબાઇલ ફોન નંગ મળી કુલ રૂ. ૧૦.૪૭ લાખનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આગામી 31 ડીસેમ્બર ઉજવણી માટે દારૂની પાર્ટી પર અંકુશ આવે તે માટે પોલીસે કમર કસી છે જેમાં આજે તા. ૨૫ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ (રહે. શનાળા રોડ, ન્યુ હાઉસીંગ બોર્ડ, મોરબી) પોતાના મળતીયાઓ સાથે મળી પંચાસર ચોકડી પાસે, પંચાસર જવાના રસ્તા ઉપર આવેલ પોતાના વાડામાં બહારથી મહીંન્દ્રા પીકઅપ તથા અલ્ટો કાર જેવા વાહનમાં ગે.કા. રીતે અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવેલ છે. જે પીકઅપ વાહનનું પાયલોટીંગ મારૂતી અલ્ટો કાર નં. GJ-12-EE -2371થી કરાવી પીકઅપ વાહન તથા અલ્ટો કારમાંથી વાડામાં આવેલ ઓરડીમાં જથ્થો ઉતારે રહ્યો છે જેના આધારે એલ.સી.બી.ના અધિકારી તથા સ્ટાફએ તે જગ્યાએ રેઇડ કરતા મેકડોવેલ્સ નં.-૧ સુપરીયર વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ. ૧,૬૨,૦૦૦ તથા મહીન્દ્રા પીકઅપ ગાડી નં. GJ-12-BX-2053 કિ.રૂ. ૬,૦૦,૦૦૦ તથા અલ્ટોકાર કિ.રૂ. ૨,૫૦,૦૦૦ તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ. ૩૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૪૭,૦૦૦ નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે જેમાં આરોપીઓ ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ, રાજદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ હરેશભાઇ પેશવાની અને જગદિશભાઇ પરબતભાઇ મકવાણા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે ત્યારે આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવતો હતો તેનું પગેરું મેળવવા કવાયત હાથ ધરાઈ છે.

 

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીએસઆઇ એન બી ડાભી,પો.હેડ.કોન્સ.દિલીપભાઈ ચૌધરી,વિક્રમસિંહ બોરાંણા,ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા,સંજય મૈયડ,પૃથ્વીરાજસિંહ જાડેજા,નીરવભાઈ મકવાણા,ભગિરથસિંહ ઝાલા,દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાણકયા તેમજ પેરોલ ફર્લો સ્કોડના સહદેવસિંહ જાડેજા,બ્રિજેશ કાસુન્દ્રા,જયેશ ચાવડા વગેરે જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!