મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ની સુચનાઓને લઈને એલસીબી ટિમ સતત પેટ્રોલીંગ હાથ ધરી રહી છે જેમાં જુદી જુદી જગ્યાએ થી વિદેશી દારૂ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી ગેંગ સામે કડક હાથે કામ કરી રહી છે ત્યારે આજે સતત એક જ મહીનામાં બીજી વખત એલસીબીએ માળિયા નજીક આવેલા અણીયારી ટોલનાકા નજીકથી લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટ્રક પકડી પાડ્યો છે.
મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા અને પીએસઆઇ એન.બી.ડાભી સહિતની ટિમ પેટ્રોલીંગ માં હતી એ દરમ્યાન એલસીબીના રામભાઈ મંઢ અને સંજય રાઠોડ, પોલીસ કોન્સ.ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલો ટ્રક કચ્છ તરફ હળવદ માળિયા રોડ પરથી પસાર થવાનો છે જેના આધારે એલસીબી ટિમ વોચ માં હતી જે દરમ્યાન ટ્રક ન. GJ-06-AU-5148 ને અણીયારી ટોલનાકા નજીક રોકી શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા ટ્રક ચાલક હનુમાનરામ વિરામારાવ જાખર રહે મૂળ કકરાવા શેડવા જી.બાડમેર રાજસ્થાન વાળો હોવાનું માલુમ પડયું હતું અને ટ્રકમાંથી બીજી નમ્બર પ્લેટ પણ મળી આવી હતી જેથી પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ખાતરની બોરીઓ વચ્ચે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું જેમાં ૬૬૦ પેટી મેકડોવલ્સ, ૯૯ પેટી રોયલ ચેલેન્જ, ૯૭ પેટી રોયલ સ્ટગ, ૭૮ પેટી ઓલ સિઝન મળી કુલ ૪૬,૧૪,૯૬૦/- ની કિંમતનો ૯૩૪ પેટી વિદેશી દારૂ મળી કુલ,ટ્રક કિંમત ૧૦,૦૦૦૦૦/-, એન્ડ્રોઇડ મોબાઇલ એક કિંમત રૂપિયા ૫૦૦૦/-, રોકડ રૂપિયા ૩૪૦૦/- મળી કુલ ૫૬,૨૩,૩૬૦/- લાખના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી માળિયા મી.પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધવામાં આવ્યો હતો મોરબી એલસીબી ટીમની પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશ ના ઇન્દોરથી ભરવામાં આવ્યો હતો અને કચ્છના ગાંધીધામ ખાતે લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગાંધીધામમાં આ જથ્થો કોને આપવાનો હતો? વગેરે તપાસ પોલીસે હાથ ધરી છે.એક મહિનામાં મોરબી એલસીબીએ સતત બીજી વખત વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતાં બુટલેગરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ સફળ કામગીરીમાં પીઆઇ એમ આર ગોઢાણીયા, પીએસઆઇ એન બી ડાભી, પો.હેડ.કોન્સ.રામભાઈ મંઢ, પો.કોન્સ.સંજયભાઈ રાઠોડ, નિરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશુંભા, ચંદુભાઈ ક્લોતરા, ભરતભાઇ જીલરીયા, નંદલાલ વરમોરા, ચંદ્રકાન્ત સહિતના જોડાયા હતા.