Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ ગામની સીમમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડતી મોરબી એલસીબી

હળવદ ગામની સીમમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડતી મોરબી એલસીબી

હળવદ ગામની સીમમાં આવેલ ઓરડી જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતા નંગ-પર તથા રોકડા રૂ. ૧,૦૭,૧૮૦/- તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ. ૩,૨૯,૧૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી જે.એમ.આલને જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંદુલાઇ કાણોતરા ને મળેલ બાતમીનાં આધારે હળવદ ગામની સીમમાં હળવદ થી સુસવાવ તરફ જતી કેનાલ ઉપર આવેલ વાડીની ઓરડીમાં આરોપી વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ), વનજીભાઇ મગનભાઇ પટેલ (રહે.હળવદ), દેવજીભાઇ કેશવજીભાઇ પટેલ (રહે. ઇશ્વરનગર તા.હળવદ), ચન્દ્રકાંતભાઇ રતીલાલ પટેલ (રહે. હળવદ), નિરોજભાઇ દામજીભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ તા.હળવદ) ભરતભાઇ મગનભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ તા.હળવદ), અજયભાઇ માણસુરભાઇ બ્રાહ્મણ (રહે. હળવદ) વાળાઓને રોકડ રૂપીયા રૂ.૧,૦૭,૧૮૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર તથા મોબાઇલ ફોન નંગ-૭ (કિ.રૂ.૩૨૦૦૦/-) તથા ફોર વ્હીલ કાર-૧ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)તથા મો.સા.-૬ (કિ.રૂ.૯૦,૦૦૦/-) મળી કુલ રૂ.૩,૨૯,૧૮૦/- ના મુદામાલ સાથે સાત આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં જે.એમ.આલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ., પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીનાં HC દિલીપભાઇ ચૌધરી, ચંદુભાઇ કાણોતરા, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચન્દ્રકાંતભાઇ વામજા, PC દશરથસિંહ પરમાર, ભરતભાઇ મિયાત્રા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા વિગરે જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!