પોલીસે 1.15 લાખની રોકડ સહિત 1.50 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો
મોરબી એલસીબી પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ કે, દિપકભાઇ સુંદરજીભાઇ પટેલ રહે ધુનડા રોડ રવાપર રેસીડન્સી બ્લોક નં-૦૩ તા.જી.મોરબી વાળો ફીયા સીરામીકમાં ભાગીદાર હોય અને સીરામીકની મજુરોની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની મળેલ હકિકત આધારે સીરામીક કારખાનાની મજુરોની ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરતા 1) દિપકભાઇ સુંદરજીભાઇ પેથાપરા 2) હાર્દિકભાઇ મનસુખભાઇ ધમાસણા 3) પ્રહલાદભાઇ મનજીભાઇ કાલરીયા 4) નિર્મલભાઇ વીરાભાઇ કાનગડ 5) નિલેશભાઈ કાનજીભાઇ ધમાસણા 6) દિપકભાઇ પ્રભુદાસભાઇ ગણાત્રાને રોકડા રૂપીયા ૧,૧૫,૦૦૦/ તથા ગંજીપતાના પાના નંગ- ૫૨ તથા મોબાઇલ ફોન નંગ-૬ કી.રૂ. ૩૫,૫૦૦/- મળી કુલ કી.રૂ ૧,૫૦,૫૦૦/- ના મુદામાલ સાથે છ લોકોને પકડી પાડી તેમની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા તળે ગુનો રજીસ્ટર કરાવેલ છે.