Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રીની ચેક પોસ્ટ પાસે કારમાંથી રૂ. 44 હજારનો દારૂ સાથે બે...

વાંકાનેર બાઉન્ડ્રીની ચેક પોસ્ટ પાસે કારમાંથી રૂ. 44 હજારનો દારૂ સાથે બે પકડાયા

એલસીબીએ 119 બોટલ ઈંગ્લિશ દારૂ તથા કાર મળી કુલ રૂ.2.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા ,એસ.આર. ઓડેદરા અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાએ જિલ્લામાં જુગાર અને દારૂની બદી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા એસલીબી સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ આજે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહી હતી.તે દરમિયાન પો.કોન્સ.જયેશભાઇ ચાવડા અને બીજલભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે સફેદ ફોર્ડ ફીયાસ્ટા કાર નં. જીજે-3-ઇએલ-2532 વાળીમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ચોટીલા બાજુથી ભરીને રાજકોટ તરફ જનાર છે.આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફ એ કારની વોચ માટે વાંકાનેર નેશનલ હાઇવે બાઉન્ડરી ચેક પોસ્ટ પાસે ગોઠવાયો હતો.ત્યારે ઉપરોક્ત નંબરવાળી કાર ત્યાંથી નીકળતા પોલીસે એ કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી 119 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.આથી પોલીસે રૂ.44,600 નો ઈંગ્લિશ દારૂ તથા કાર મળી કુલ રૂ.2.44 લાખનો મુદ્દામાલ સાથે આરોપીઓ કિશન ગોવિદા રામાણી અને સંદીપ મનસુખભાઇ શિયાણીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!