મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલસીબી ટીમ કાર્યરત હોય જ્યારે એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના સંજયભાઈ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે માળિયા(મિ.) પોલીસ મથકના લુંટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રાજુરામ હરિરામ માજુ રહે-. ભિનમાલ જી.જાલોર(રાજસ્થાન)) વાળો મોરબી ટીંબડીના પાટિયા પાસે આવેલ હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે તપાસ હાથ ધરવામાં આવતા આરોપી રાજુરામને ટીંબડીના પાટિયા નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે માળિયા(મિ.) પોલીસ સ્ટેશને સોંપેલ છે.
આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ગોહિલ, દશરથસિંહ પરમાર, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા અને અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતાં.