Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી એલસીબીએ ટંકારાના મીતાણા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી

મોરબી એલસીબીએ ટંકારાના મીતાણા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી

ટેમ્પોની આગળ એસેન્ટ કારમાં પાયલોટિંગ કરતા રાજકોટના શખ્સની અટક,પોલીસે વિદેશી દારૂની ૩૩૬૦ નંગ નાની બોટલ, મહિન્દ્રા જીતો ગાડી, એસન્ટ કાર સહીત ૫.૯૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીકથી મહિન્દ્રા જીતો ગાડીમાંથી વિદેશી દારૂની ૧૮૦એમએલની ૩૩૬૦ નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જયારે જીતો ગાડી ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો. બીજીબાજુ જીતો ગાડીની આગળ એસેન્ટ કારમાં પાયલોટિંગ કરતા રાજકોટના એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ હતી કે વિદેશી દારૂ ભરેલ મહેન્દ્રા જીતો(ટેમ્પો) ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૪૩૫૬ ટંકારાથી-રાજકોટ તરફ જવાની છે અને તે ગાડી આગળ એસેન્ટ કાર દ્વારા પાયલોટિંગ થઇ રહ્યું છે. ત્યારે મળેલ બાતમીને આધારે ટંકારાના મીતાણા ગામ પાસે એલસીબી ટીમ વોચમાં હોય તે દરમિયાન બાતમી અનુસાર એસેન્ટ કાર તથા મહેન્દ્રા જીતો કાર આગળ પાછળ આવતી ધ્યાને આવી હતી જેથી આગળ આવતી એસેન્ટ કાર રજી. જીજે-૦૩-સીએ-૫૭૬૮ ને રોકતા પાછળ આવતી જીતો ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નહિ અને મીતાણા ગામ તરફ નાસી જતા તેની પાછળ પોલીસે પીછો કરતા મીતાણા ગામે ઇરીગેશન બંગલા નજીક જીતો ગાડી રેઢી મૂકી તેનો ચાલક નાસી ગયો હતો.

ત્યારે મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે મહેન્દ્રા જીતો ગાડીના પાછળના ભાગે તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦એમએલની ૩૩૬૦ બોટલ કી.રૂ.૩,૩૬,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો, જયારે એસેન્ટ કારમાં પાયલોટિંગ કરતો આરોપી સાજીદભાઇ અલ્લારખાભાઇ લંજા ઉવ-૩૪ રહે. રાજકોટ જંકશનપ્લોટ, શેરી નંબર-૧ વાળાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો, મહિંદ્રા જીતો ગાડી કી.રૂ.૧.૫૦લાખ, એસન્ટ કાર કી.૧ લાખ તથા વિવો મોબાઇલ કી.૫ હજાર સહીત કુલ રૂ. ૫.૯૧ લાખનો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!