Wednesday, January 15, 2025
HomeGujaratમાળીયા મીં.ના અણીયારી ટોલનાકા પાસે પૂઠાના સ્ક્રેપની આડમાં ઘુસાડાતો ઇગ્લીશ દારુનો જથ્થો...

માળીયા મીં.ના અણીયારી ટોલનાકા પાસે પૂઠાના સ્ક્રેપની આડમાં ઘુસાડાતો ઇગ્લીશ દારુનો જથ્થો ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી એલસીબી દ્વારા સતત કાર્યવાહી કરી ને બુટલેગરોના દારૂ ઘુસાડવા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે અને દારૂ ઘુસાડવાના અલગ અલગ કિમિયા પણ સામે આવી રહ્યા છે ત્યારે મોરબી એલસીબી દ્વારા અણયારી ટોલનાકા પાસેથી પુઠાના સ્ક્રેપની આડમાં ઘુસાડાતો ઇગ્લીશ દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ને બાતમી મળી હતી કે, MH-04-GC-1724 નંબરની ટાટા ટ્રક ગાડીમાં પુઠાના સ્ક્રેપની આડમાં ઇગ્લીશ દારુનો જથ્થો સંતાડી મહારાષ્ટ્ર થી કચ્છ તરફ લાવી રહ્યા છે. જે હકીકતના આધારે એલસીબીએ વોચ ગોઠવી ઉપરોક્ત નંબરની ગાડી રોકી ચેક કરતા પુઠાના સ્ક્રેપના ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી રજુ કરી ખોટાબીલ હોવાનું જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કરી રાજય સેવકને ગેરમાર્ગે દોરી સદર ગાડીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ/બીયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૭૨૦૦ બોટલ કે જેની કિંમત રૂ.૯,૫૦,૪૦૦/- તથા રૂ.૪,૩૨,૦૦૦/-ના બીયરના ૪૩૨૦ ટીન મળી કુલ રૂ.૧૩,૮૨,૪૦૦/-નો દારૂની નાની મોટી ૧૧,૫૨૦ બોટલો/બીયરટીનનો જથ્થો વેચાણ અર્થે લાવી હેરા ફેરી કરી ૦૨ મોબાઇલ, રોકડા રૂપીયા-૬૬૩૦/- તથા રૂ.૫,૦૦,૦૦૦/-ની ટાટા ટ્રક તેમજ ગાડીને લગતા કાગળોની ઝેરોક્ષ, ઇ-બે બીલ, ઇન્વોઇસબીલ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાન કોર્ડ, પુઠાનો સ્ક્રેપ ગાસડી મળી કુલ કિ.રૂ. ૧૮,૯૯,૦૩૦/- ના મુદામાલ સાથે પોલીસે મહારાષ્ટ્રના બોયસર, પામ ખાતે રહેતા જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ તથા બનાસકાંઠાના સુઇગામ, રાવળવાસ ખાતે રહેતા પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળને પકડી પાડ્યા છે. તેમજ વાપીના રહેવાસી રમેશભાઇ તથા MH-04-GC-1724 નંબરના ટ્રકના માલીક તેમજ તપાસમાં ખુલે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે ચૌહાણ,પીસાઈ એન.એચ.ચુડાસમા તેમજ પેરોલ ફર્લો સ્કોડ અને ટેકનિકલ ટીમ સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!