મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમની સૂઝ બુઝ અને સઘન તપાસથી મોરબીના સો ઓરડી પાસે જવાહર સોસાયટી ખાતે બનેલ હત્યાના બનાવનો ભેદ ઉકલ્યો છે. અને આરોપી દ્વારા કરવામાં હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મોરબી-૦૨ સો-ઓરડી ખાતે રહેતા ચેતનભાઇ રમેશભાઇ ચાવડા નામના શખ્સની અકાળે મોત થઈ હોવાની નોંધ કરાવવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પીટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, શખ્સની તેના ઘોડા બાંધવાના વાડે કોઇ અગમ્યકારણોસર મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેને સરકારી હોસ્પીટલ ખસેડાઇ હતી. ત્યારે સમગ્ર મામલે મૃતકની લાશ જોતા પ્રથમ દષ્ટ્રીએ બનાવ શંકાસ્પદ જણાતા તાત્કાલીક બનાવ સ્થળની વીઝીટ કરતા બનાવ સ્થળ પર શંકાસ્પદ જણાતા મૃતકની લાશનુ ફોરેન્સીક મેડીસીન કોલેજ, રાજકોટ ખાતે પીએમ કરાવતા મરણજનારનું મોત ગાળા ફાસો ખાવાથી થયેલાનુ જણાઇ આવેલ હતું. જેને કારણે બનાવ વધુ શંકાસ્પદ જણાતા બનાવ બાબતે ગંભીરતાથી જીણવટભરી તપાસ કરવા ઉપરી અધિકારીઓએ સુચનો કર્યા હતા. જેને લઇ મોરબી કાઇમ બ્રાન્ચના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ બાબતે જીણવટભરી તપાસ હાથ ઘરેલ હતી.
મોરબી કાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમ્યાન મૃતકના માતા મધુબેન રમેશભાઇ ચાવડા (રહે. મોરબી)એ મહેશ દેવજીભાઇ વણોલ (રહે. મોરબી જવાહર સોસાયટી પાસે) વિરૂધ્ધ શંકાદર્શાવી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. બનાવને લઈ શંકાના ઘેરામાં રહેલા મહેશ દેવજીભાઇ વણોલ (રહે. મોરબી જવાહર સોસાયટી પાસે)ની બહેન સાથે મૃતક ચેતનભાઇ રમેશભાઇ ચાવડાને પ્રેમ સબંધ હોય જેના કારણે બનાવ બનેલ હોય જેથી શકમંદ મહેશ દેવજીભાઇ વણોલને હસ્તગત કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી યુકિતયુકીતથી સઘન પુછપરછ કરતા પોતે ચેતનને પોતાની બહેન સાથે પ્રેમસબંધ હોવાની જાણ થતા પોતાના કુટુંબની સમાજમાં બદનામી થશે તેવુ લાગી આવતા ચેતન તેના વાડામાં સુતો હતો. ત્યારે કેબલ વાયરથી તેનુ ગળુ દબાવી મારી નાખેલાની કબુલાત આપતા આરોપીને હસ્તગત કરી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી એલસીબી એ સફળતા મેળવી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે ચૌહાણ,એન.એચ ચુડાસમા, એ.ડી.જાડેજા સહિત મોરબી એલસીબી ટીમ જોડાઈ હતી.