મોરબી જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ઉમેદવાર અને દાવેદારોની યાદી આવતીકાલે જાહેર થશે : જુના કાર્યકરોને કપાશે તો વિરોધના સુર ઉભા થાય તેવી શક્યતાઓ : જીલ્લા ભાજપ પ્રમુખ કરશે જાહેરાત
મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે ત્યારે મોરબી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા બેઠકો માટેની ચૂંટણીના ભાજપ પક્ષના ઉમેદવારોની સતાવાર જાહેરાત આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાયા બાદ નક્કી થયું હતું. અને આ યાદી જે તે જીલ્લાના ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવશે તેવી પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ હતી પરન્તુ હજુ સુધી આ ઉમેદવારોની યાદી જીલ્લા ભાજપના પ્રમુખ દ્વારા કરવામાં ન આવતાં હાલ સંભવિત ઉમેદવાર અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ કોની ટિકટ કપાશે તેમજ કોના ભાગે આ ટિકટનો ડ્રો લાગશે તેના પર મોરબીનું રાજકારણ હાલ ગરમાયુ છે.અને તેની સાથે જ જે તે દાવેદારોની સાથે જોડાયેલા કાર્યકરોમાં પણ આગળની રણનીતિ કઈ રીતે ઘડવી તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે ત્યારે આવતીકાલ સુધી હજુ તમામ ભાજપ ઉમેદવાર અને દાવેદારો વેઈટ એન્ડ વોચ કરવા સિવાય કોઈ રસ્તો નથી જો કે આવતીકાલ બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તો બીજી બાજુ જો જુના ભાજપ કાર્યકરોને ભાજપે જાહેર કરેલી નિયમાવલીના આધારે કાપવામાં આવશે તો પણ વિરોધના સુર ઉભા થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.