Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી જીલ્લા લેન્ડ ગ્રેબીગ હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો : કુખ્યાત દાઉદ ઉર્ફે...

મોરબી જીલ્લા લેન્ડ ગ્રેબીગ હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો : કુખ્યાત દાઉદ ઉર્ફે દાવલા વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં ત્યાથી ખાલી કરવા તગડા ભાવ વસુલે છે ત્યારે મોરબીમાં અનેક ગુનાઓ માં સંડોવણી ધરાવતા કુખ્યાત શખ્સ સામે નોધાયો જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાઓમાં સંડોવણી ધરાવતા દાઉદ મહમદ પલેજા ઉર્ફે દાવલા વિરુદ્ધ પશુપાલન વિભાગની ઘેટા સર્વધન ફાર્મની જમીન પચાવી પાડી દુકાનો બનાવવા મામલે ગુનો નોંધાયો છે જેમાં મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર વટહુકમ ૨૦૨૦ની કલમ-૩,૪(૧)(3),5(ગ) મુજબ નોંધી આગળની તપાસ મોરબી બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મોરબીમાં નવા કાયદા હેઠળ આ પ્રથમ ગુનો નોંધાયો છે ત્યારે ગેરકાયદે દબાણ કરતા માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!