મોરબી જીલ્લા ભાજપ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ની તૈયારી અનુસાગિક મીટીંગો શરૂ કરાઇ છે જેમા વોર્ડ અને વિસ્તારની માહિતી સાથે ઇચ્છુક કાર્યકરોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે જેમાં જીલ્લા ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ અને સાહિત્યનું વિતરણ કર્યું હતું સાથે જ મોરબીની પ્રજા કોંગ્રેસના શાશનથી ત્રાહિમામ થઈ ગઈ છે જેથી તમામ ચૂંટણીઓમાં ભાજપ જ જીતશે તેવો આશાવાદ ભાજપ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે મોરબીની મહત્વની ગણવામાં આવતી મોરબી નગરપાલિકા ની સેન્સ પ્રક્રિયા પહેલા જ જીલ્લા ભાજપ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કાર્યકરો અને આગેવાનોને ફોર્મ અને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું અને હાજર તમામ કાર્યકરોને વોર્ડ અને વિસ્તારની વસ્તી સહિતની તમામ અને સંપૂર્ણ જાણકારી સાથે આ ફોર્મ જમા કરાવવા માટે જીલ્લા ભાજપ આગેવાનોએ કાર્યકરોને આહવાન કર્યું છે. આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા ના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જીલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ નગરપાલિકા ની ચૂંટણીઓમાં સંપૂર્ણ બહુમત સાથે જીતવાનો દાવો કર્યો છે મારો નહિ સારો આ કાર્યકર સાથે ભાજપ આગળની રણનીતિ ઘડવામાં આવી રહી છે.ભાજપ હમેશા વિકાસના મુદા પર ચૂંટણી લડી છે ત્યારે કોંગ્રેસ ઓર આક્ષેપો કરી મોરબી ની પ્રજા કોંગ્રેસ ના શાસન માં ત્રાહીમામ થઈ ચૂકી છે જેના આધારે ભાજપ જીતશે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કાર્યકર્તા સર્વ સહમતી થી ચૂંટણી લડશે તેને મોકો આપી અને જીતવામાં મદદ કરી જીત આપવામાં આવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.