Monday, January 27, 2025
HomeGujaratMorbiમોરબીમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર ચારની ધરપકડ , એક ફરાર

મોરબીમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર ચારની ધરપકડ , એક ફરાર

મોરબીના સામકાંઠા વિસ્તારના રિલીફનગર માં રહેતા રાજેશભાઈ રતિલાલ સોમૈયા નામના આધેડ તથા તેમના મોટાભાઇ મોરબી શહેરના નહેરુગેટ પાસેથી રિક્ષામાં બેસી નટરાજ ફાટક તરફ જઈ રહ્યા હતા ત્યારે નટરાજ ફટકે રિક્ષા  રોકવાના બદલે હરિપર તરફ ભગાવી મૂકી હતી અને મુસાફર ના સ્વાંગમાં અગાઉથી જ બેઠેલા વ્યક્તિઓ એ મોબાઇલ ની અને રોકડ ની લૂંટ ચલાવી હતી જેને પોલિસ પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી એસ.પી. એસ.આર.ઓડેદરા અને ડી.વાય.એસ.પી.રાધિકા ભારાઈની સૂચનાથી એ ડિવિજન પોલિસને  લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જેમાં મોરબીના સામાકાંઠે આવેલા રિલીફનગરમાં રહેતા રાજેશભાઈ રતિલાલ સોમૈયા નામના આધેડ તેમના મોટાભાઈ સાથે મોરબી શહેરના નહેરુગેટ પાસેથી રિક્ષામાં બેસીને નટરાજ ફાટક તરફ જઈ રહ્યા હતા ત્યારે નટરાજ ફાટકે રીક્ષા રોકવાના બદલે હરીપર તરફ ભગાવી મૂકી હતી. મુસાફરના સ્વાંગમાં અગાઉથી જ એ રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ હરીપર કેરાળાના પાટીયા પાસે જઈ બંને ભાઈઓને છરીની અણીએ લૂંટી લીધા હતા. આ લૂંટમાં 4500 રૂપિયા રોકડા અને સેમસંગ કંપનીનો એક મોબાઇલ મળીને કુલ 5500 રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવવામાં આવી હતી. મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ થતાં એ ડિવિજન પીઆઈ બી.જી.સરવૈયા સહિત ની ટીમે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી એ દરમ્યાન શહેરના સીસીટીવી કેમેરા સહિતની તપાસમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા ભાવિન કાનજીભાઇ મકવાણા રહે. શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ, ધર્મેશ હિતેશભાઈ બારોટ રહે. ઘૂંટુરોડ, દેવપાર્ક, દક્ષ અનિલભાઈ સોમૈયા રહે. ગાયત્રીનગર અને કુલદીપસિંહ નિર્મલસિંહ જાડેજા રહે. રણછોડનગરને લૂંટમાં ગયેલ મોબાઇલ અને રોકડ 3500 સાથે પકડી પાડવામાં આવ્યા છે જેમાં ચાર આરોપીઓ પૈકી દક્ષ સોમૈયા ભોગ બનનાર આધેડનો સંબંધી હોવાનું ખૂલ્યું છે અને આ લૂંટ કરવાની તરકીબ બતાવનાર આરોપી પ્રતીક ચાવડા નામનો ઈસમ પોલિસ પકડથી દૂર હોય તેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આ કામગીરીમાં એ ડિવિ. પીઆઈ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફના પી.એસ.આઇ એન. એચ. ચુડાસમા સહિતની ટીમ જોડાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!