Friday, April 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં ધોધમાર વરસાદ થી શહેર ભરમાં પાણી ભરાયા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી...

મોરબીમાં ધોધમાર વરસાદ થી શહેર ભરમાં પાણી ભરાયા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે,મોરબી ટંકારા પંથકમાં વરસાદી માહોલ

મોરબીમાં ભારે વરસાદ ના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટંકારા પંથકમાં અને મોરબી પંથકમાં ભારે વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી બાજુ મોરબીના શનાળા રોડ,રવાપર રોડ,કન્યા છાત્રાલય, મહેન્દ્ર પરા, લાતી પ્લોટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં વરસાદ ના પાણી લોકોની દુકાન માં ઘૂસવાની શરૂઆત પણ થઈ ચુકી છે ત્યારે તંત્ર ની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ખડા થયા છે જો કે આ વરસાદ ના લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી સમયમાં પણ આ વરસાદ આજ રીતે ચાલુ રહે તો લોકો ની પરેશાની વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી અને ટંકારા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં મોરબીના પીપળીયા,વીરપર,લાલપર,મહેન્દ્રનગર,રફાળેશ્વર,રવાપર,લીલાપર,જેપુર,ખાખરાળા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ટંકારા ના હડમતીયા, લજાઈ ,જબલપુર, નાના ખીજડિયા,લખધિરગઢ, અમરાપર,ટોડ,નેસડા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ થી જનજીવન પ્રભાવિત થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!