Friday, September 20, 2024
HomeNewsવાંકાનેર તાલુકાના જામસર ગામે હત્યા : આરોપી પોલીસના હાથ વેતમાં

વાંકાનેર તાલુકાના જામસર ગામે હત્યા : આરોપી પોલીસના હાથ વેતમાં

 

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના જામસર ગામે હત્યાનો બનાવ બન્યો છે જેમાં પોરબંદર ના વ્યક્તિની ધોકા વડે કરપીણ હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખુલ્યું

વાંકાનેર તાલુકા પોલીસમથકેથી બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસમથકે ભનુંભાઈ લખુભાઈ ભુવા ઉ.વ.45 રહે માધવપુર (ઘેડ) તા.પોરબંદર જી.પોરબંદર વાળાએ જામસર ગામે રહેતા દશરથ લાલજી કોળી નામના વ્યક્તિ વિરુદ્ધ જયંતીભાઈ મથુરભાઈ નામના વ્યક્તીની હત્યા નિપજાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ભનુભાઈ ભુવાએ જણાવ્યું છે કે જામસરના રહેવાસી દશરથ લાલજી કોળીએ ગત તા.૧૭ /૦૮/૨૦૨૦ ના રોજ રાત્રીના ૧૦:૪૫ વાગ્યે મૃતક જયંતીભાઈ મથુરભાઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ દરમ્યાન દશરથ લાલજી કોળીને જયંતીભાઈ પર શંકા કુશંકા જતાં દશરથ લાલજી કોળીએ મૃતક જયંતિભાઈ મથુરભાઈ ને લાકડી અને ધોકા વડે માથા ,પગ,હાથ અને પીઠમાં આડેધડ માર મારતા સારવાર મળે એ પહેલાં જ ઇજાગ્રસ્ત જયંતીભાઈ નું મોત નીપજ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે દશરથ લાલજી કોળી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ બનાવમાં આરોપી દશરથ લાલજી કોળી વાંકાનેર તાલુકા પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે જેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાએ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!