Wednesday, December 4, 2024
HomeGujaratMorbiમોરબીમાં જુદા જુદા ચાર બનાવોમાં ચાર વ્યક્તિઓ સારવાર હેઠળ : બે ના...

મોરબીમાં જુદા જુદા ચાર બનાવોમાં ચાર વ્યક્તિઓ સારવાર હેઠળ : બે ના અપમૃત્યુ

મોરબીના બગથળા ગામે લીકવીડ પી જતા સગીરા સારવારમાં :
મોરબીના બગથળા ગામે રહેતા પલકબેન અતુલભાઇ અમરશીભાઈ ઠોરીયા ઉવ ૧૬ વર્ષની સગીરાએ ગઈકાલે બ્લીચીંગનું લીકવીડ પી લેતા જેથી તેણીને સારવારમાં હોસ્પીટલે લઇ જવામાં આવી હતી જેમાં પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસના જે.બી.ઝાલા દ્વારા તપાસ શરૂ કરાઈ છે

- Advertisement -
- Advertisement -

મોરબીના આમરણ ગામે વીંછી કરડી જતા સારવારમાં
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતી ૧૨ વર્ષની અંજનાબેન રાજુભાઈ પાંડે નામની બાળાને વીંછી કરડી જતા તેણીને મોરબી સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી

મોરબીના બહાદુરગઢ ગામે પાકમાં ઝેરી દવા છાંટતી વખતે અસર થતા સારવારમાં ખસેડાયા
મોરબીના બહાદુરગઢ ગામના રહેવાસી રવાભાઈ કરશનભાઈ બોરીચા નામના ૫૪ વર્ષના આધેડ ખેતરમાં કપાસના પાકમાં ઝેરી દવા છાંટતા હતા ત્યારે ઝેરી અસર થવાથી રવાભાઈ બોરીચાને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા જેથી તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે .

યુવાને ફીનાઇલ પી લીધું 
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પ્રકાશ કાળુભાઇ પરમાર નામના ૧૭ વર્ષના યુવાનોને પણ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવીલે લવાયો હતો .

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક યુનિટમાં માથું મશીનમાં આવી જતા મહિલાનું મોત
વાંકાનેર તાલુકા સરતાનપર રોડ ઉપરના સોલારિસ સિરામિક નામના યુનિટમાં ગત તા.૪-૯-૨૦૨૦ ના રોજ કામ દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં કમાબેન માંગલીયાભાઇ આદિવાસી નામની ૧૯ વર્ષીય મહિલાનું માથું મશીન આવી ગયું હતું જેથી ગંભીર ઇજાઓ થવાથી કમાબેન માંગલીયાભાઈ આદિવાસીનું મોત નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે .

માળિયા મિયાણાના વવાણીયા ગમે ઝેરી દવા પી લેતા યુવક સારવાર હેઠળ
માળિયા મિયાણાના ભારતનગર ( વવાણીયા ) ગામે રહેતા રાહુલ મહેશભાઈ ધામેચા ઉવ ૧૭ નામના યુવાને જમવા બેઠો ત્યારે જમવામાં રોટલો હોય છે તેને ભાવતો ન હોય તેથી તેને ઘરના ઉપરના માળે જઇને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!