ગુજરાતમા મોટા ભાગે પોલીસ શબ્દને લોકો આક્રમક અને ડરાવવા માટે બાળકોને ઉપયોગ કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયામાં એક મહિલા લોકરક્ષકનો ફરજ દરમ્યાન બાળકોને હળવા મૂડમાં હસાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે જે ગુજરાત પોલીસની પોલીસની સુરક્ષાની સાક્ષી પુરાવે છે સાથે પોલીસ પણ માણસ જ છે તેઓને પણ હાસ્ય સમીર ખુશી બધી જ મનોસ્થિતી ધરાવે છે એ આ વીડિયો માં નજરે પડે છે.
છેલ્લા ઘણા સમયથી ચૂંટણી અને કોરોના ફરજ કાળ દરમ્યાન લોકોના માનસ પર ગંભીર છબી ધરાવતી પોલીસનો બાળકો સાથે સુરક્ષા સાથે હાસ્ય છલકાવતો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં આ વીડિયો બનાવનાર મહિલા લોકરક્ષક હાલ મોરબી જીલ્લામાં અન્ડર ટ્રેની છે જેનું નામ કોમલ મિયાત્રા છે જે માળિયા મી.ના નાના એવા ગામ સરવડ ની રહેવાસી છે કોમલ થોડા સમય પહેલા રાષ્ટ્ર અને દેશની અને લોકોની સેવા નાતે લોક રક્ષક તરીકે પસંદગી પામી છે અને આ વીડિયો રાજકોટમાં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે લક્ષ્મી નગર સોસાયટીમાં બંદોબસ્ત દરમ્યાનનો બાળકો પોલીસને જોવા નીકળ્યાં હતા ત્યારનો છે કોમલના જણાવ્યા અનુસાર આ બાળકો ફરજ પરના તમામ પોલીસ કર્મીઓને પાણી અને હાલ ચાલ પૂછવા આવ્યા હતા અને શું પોલીસ બાળકોને ડરાવે છે આવો સવાલ કરતા બાળકો માં એક નવી ઉર્જા અને પોલીસ પ્રત્યે નવો અભિગમ ઉભો કરે એ માટે એક હળવા મૂડમાં વિડીયો બનાવ્યો હતો અને આ બાળકો સાથે રોજની પોલીસ અને બાળકોની મિત્રતા થઈ ગઇ હતી ત્યારે પોલીસકર્મીઓ પોતાના પરિવારને છોડી લોકોની સુરક્ષા કરતાં હોય છે ત્યારે બહાર પણ તેઓ ખુશી શોધતા હોય છે ત્યારે તેઓ લોકોમાં પણ સુરક્ષા સાથે વિશ્વાસ અને ખુશી લહેરાવે એવો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.ત્યારે પોલીસ પણ લોકોની સુરક્ષા માટે છે અને લોકો પણ તેને પ્રેમ આદર સાથે જોવે અને વિશ્વાસ કેળવે એ જરૂરી છે.