Thursday, December 26, 2024
HomeGujaratમોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં અંદાજીત ૩૧.૯૦ ટકા...

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં અંદાજીત ૩૧.૯૦ ટકા મતદાન નોંધાયું

૬૫ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ છે ત્યારે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબી-માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 31.90 ટકા મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના સાત કલાકમાં એટલે કે સવારના 7 થી 2 વાગ્યા સુધીમાં 31.90 ટકા જેટલું મતદાન થયું છે.ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!