મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેવામાં મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાનામાં અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપ લઈ હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ૬૫ મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર રિક્ષા અને બાઈક પર આવેલ કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ સાંજના સમયે ઘસી આવી કારખાનાની સિક્યુરિટીગાર્ડની ચેમ્બર પર પથ્થર મારો અને ધોકા અને પાઇપથી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખ્યા હતા.જે સમગ્ર ઘટના ન સીસીટીવી ફૂટેજ માં કેદ થઈ છે તેમજ સીસીટીવી માં એક શખ્સ કારખાનાના ગેટ પર ચડતો નજરે ચડે છે પરંતુ તુરંત તે શકશ પાછો બહારની તરફ ઉતરી જઈને અને અન્ય શકશો પણ પોતે લઈને આવેલા વાહનોમાં સવાર થઈને નાસી જતા નજરે પડે છે. ત્યારે અચાનક આ હુમલો થતાં કારખાનામાં નાસભાગ મચી ગઈ હતી. આમ ચૂંટણીના મતદાનને આડે બે દિવસ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર જયંતીભાઈ પટેલ ના કારખાને આ પ્રકારનો હુમલો થતાં રાજકીય આગેવાનો અને લોકોમાં તરેહ તરેહ ની ચર્ચાઓ જોર પકડ્યું છે.