Friday, April 26, 2024
HomeGujaratમોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સાકરતુલાથી સન્માનિત કરવામાં આવ્યાં

મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સાકરતુલાથી સન્માનિત કરવામાં આવ્યાં

આજરોજ ધક્કાવાળી મેલડીમાંના મંદિરે રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને મોરબી જિલ્લા ભાજપ દ્વારા ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાનું સાકરતુલાથી સન્માન કરવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરીયા, નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડિયા, યુવા ભાજપની ટીમ, યુવા આઈ.ટી. ની ટીમ, અનુસુચિત જાતિ મોરચાની ટીમ, પ્રદેશ ભાજપના સભ્ય અનિલ મહેતા, બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યા, હંસાબેન જેઠાભાઇ પારેઘી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ રબારી, ઠાકોર સમાજના અગ્રણી સુરેશ શિરોહિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમ્મર, જિલ્લા ભાજપ મંત્રી રસિક વોરા, મોરબી જિલ્લા સોશિયલ ટિમના ઇન્ચાર્જ જતીન ફૂલતરિયા, કાઉન્સિલર નીમીશાબેન ભીમાણી, અગ્રણી રાજેશભાઈ ભીમાણી, વી.સી. પરાના કાઉન્સિલર મનુભાઈ સારેશા, બચુભાઈ અમૃતિયા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ સાથે જ મેલડીમાંના મંદિર પાસે ટ્રાફિકને લીધે અકસ્માતનું જોખમ રહેતું હોય સ્પીડબ્રેકરની માંગણી કરવામાં આવેલી હતી જેને નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા દ્વારા ગ્રાહ્ય રાખવામા આવી હતી. મંદિરના મહંત સહિતના ટ્રસ્ટીઓએ પણ ધારાસભ્યનું સન્માન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!